, ,

કઠલાલમાં ફોર્ચ્યુનર કારમાંથી રૂ. 5.04 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, રૂ. 15.09 લાખનો મુદ્દામાલ જપ્ત

કઠલાલ નજીક ખલાલ ચેક પોસ્ટ પાસે LCB અને કઠલાલ પોલીસે ફોર્ચ્યુનર કારમાંથી રૂ. 5.04 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી રૂ. 15.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

કઠલાલ, 10 જૂન: ખેડા-નડિયાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને કઠલાલ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ખલાલ નવા રોડ પરથી ફોર્ચ્યુનર કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂ. 5,04,960 કિંમતનો વિદેશી દારૂ અને બીયર સહિત કુલ રૂ. 15,09,960નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

ખાનગી બાતમીના આધારે એલસીબીની ટીમ કઠલાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે GJ-01-HV-9828 નંબરની સફેદ ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂ ભરી દહેગામ તરફથી કઠલાલ તરફ આવનાર છે. માહિતીના આધારે અપૃજી ચોકડી ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કારને નવા રોડ તરફ ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે પીછો કરી ખલાલ ચેક પોસ્ટ પાસે કારને ઝડપી પાડી હતી.

તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1,044 બોટલો અને 840 બીયર ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂ અને બીયરની કુલ કિંમત રૂ. 5,04,960 હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફોર્ચ્યુનર કાર, એક મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 15,09,960નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કેસમાં પોલીસે હેમેશ ઉર્ફે દેવીલાલજી ટીલારામજી પટેલ (ડાંગી), રહે. નવાલસિંહજીના ગુડા, તા. કુરાબટ, જી. ઉદયપુર (રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે રતનલાલ મીણા, રહે. સલુમ્બર, રાજસ્થાન ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સફળ કામગીરી પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરિયા, PSI જે.એસ. ચંપાવત, HC રણજીતસિંહ બળદેવસિંહ અને PC ચૈતન્યકુમાર મહેન્દ્રભાઈ સહિત એલસીબીની ટીમે પાર પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

About the Author

AADI ANANT NEWS

Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed