, ,

વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી રૂ. 57.03 લાખનો રાજ નિવાસ પાન મસાલા અને તંબાકુનો જથ્થો ઝડપી

વડોદરા ગ્રામ્ય LCBએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરજણ સાંપા પાસે બીલ-બીલ્ટી વગર જતો રૂ. 57.03 લાખનો રાજ નિવાસ પાન મસાલા અને તંબાકુ ભરેલો ટ્રક ઝડપ્યો.

કરજણ, વડોદરા | તા. 6 ઓગસ્ટ: વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સફળ કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડી હતી. કરજણ તાલુકાના સાંપા નજીક બીલ-બીલ્ટી વગર રાજ નિવાસ પાન મસાલા અને તંબાકુના પેકેટોથી ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટ્રક સુરતથી વડોદરા તરફ આવી રહ્યો હતો અને ત્યારબાદ ગોધરા તરફ જવાનો હતો. ટ્રકની તપાસ કરતાં તેમાં રહેલો રાજ નિવાસ પાન મસાલા તથા તંબાકુનો મોટો જથ્થો કોઈપણ પ્રકારના બિલ અથવા બિલ્ટી વિના મળી આવ્યો હતો.

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે ટ્રક સહિત કુલ રૂ. 57,03,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટ્રકના ડ્રાઇવરની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે આરોપી અને મુદ્દામાલ કરજણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે કરજણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલ-બીલ્ટી વગર મોટા પ્રમાણમાં માલસામાનની હેરફેર પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

પ્રેસ રિપોર્ટર: હિના, વડોદરા (કરજણ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

About the Author

AADI ANANT NEWS

Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed