,

20 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો

વડોદરા સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે 2006ના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી ગણપતરામ જાટને રાજસ્થાનમાંથી શોધી કાઢી ઝડપી પાડ્યો.

વડોદરા શહેરના સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે 20 વર્ષથી ફરાર અને વોન્ટેડ આરોપીને રાજસ્થાનમાંથી શોધી કાઢી ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈની દેખરેખમાં ટીમે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી ગણપતરામ ગોરધનરામ જાટ (ઉ.વ. 44), મૂળ જોધપુર જિલ્લાના જાણાદેસર ગામનો રહેવાસી, હાઇવે પર શાકભાજી અને ચા-નાસ્તાની દુકાન ચલાવતો હતો. પોલીસે ગ્રાહક બની યુક્તિપૂર્વક તેની ઓળખની ખાતરી કરી અને તેને ઝડપી પાડ્યો.

આરોપી સામે વર્ષ 2006માં સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી થયું હોવા છતાં તે છેલ્લા બે દાયકાથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો.

આરોપીને વડોદરા લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

About the Author

AADI ANANT NEWS

Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed