વડોદરા | પ્રતિનિધિ
રાજ્યમાં હવામાન વિભાગ, રાજ્ય સરકાર અને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) દ્વારા જનતાની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે નિઝામપુરા સ્થિત કાર્યાલય ખાતે વિશેષ ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
કંટ્રોલ રૂમમાં જરૂરી બચાવ સાધનો, સ્વયંસેવકોની ટીમ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિમાં નાગરિકોને ઝડપી મદદ મળી શકે.
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)એ જણાવ્યું કે ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને વાઘોડિયા વિધાનસભા વિસ્તારના નાગરિકો તેમજ પશુધનની સુરક્ષા માટે આ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.
ઇમરજન્સી સમયે મદદ માટે નીચેના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે:
- વિરેન્દ્રસિંહ જાડેજા: 96872 11555
- દીપક બારોટ: 92658 15381
- વિશાલ રાવ: 74055 17145
તાજેતરમાં ગોરજથી વાઘોડિયા જતા મુખ્ય માર્ગ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ અવરોધિત થયો હતો. વેડપુર પંચાયતના સરપંચ શૈલેષ જાની દ્વારા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા વિરેન્દ્રસિંહ જાડેજાએ વન વિભાગ સાથે તાત્કાલિક સંકલન કરીને થોડા જ સમયમાં માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. આ ઝડપી કામગીરીથી સ્થાનિક લોકો અને રાહદારીઓને મોટી રાહત મળી હતી.
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)ની આગોતરી તૈયારી અને ત્વરિત કામગીરીને સ્થાનિક નાગરિકોએ આવકારી છે.













