,

કરમસદ-વડતાલ રોડ પર ભૂવો પડતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં

કરમસદ-વડતાલ રોડ પર અચાનક મોટો ભૂવો પડતાં વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું; તંત્ર સમક્ષ તાત્કાલિક સમારકામ કરવાની સ્થાનિકોની માંગ.

કરમસદ, તા. 6 ઓગસ્ટ: કરમસદ-વડતાલ રોડ પર અચાનક ભૂવો પડતા વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ છે. રોડ પર સર્જાયેલી આ ગંભીર સ્થિતિને કારણે દૈનિક અવરજવર કરતા લોકો તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામો કરવો પડી રહ્યો છે.

ભૂવો પડવાના કારણે રસ્તા પરથી પસાર થતા બે-ચક્રી અને ચાર-ચક્રી વાહનો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે વાહનચાલકો માટે વધુ જોખમ ઉભું થયું છે.

સ્થાનિક રહિશો અને વાહનચાલકોએ સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી ભૂવો પૂરવાની તેમજ રોડનું સમારકામ કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.

સ્થાનિકોએ તંત્રને રસ્તા પર ચેતવણી સૂચક બોર્ડ, બેરિકેડિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ અપીલ કરી છે, જેથી અકસ્માતની શક્યતા ઘટાડી શકાય.

તંત્ર દ્વારા વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રેસ રિપોર્ટર: વિપુલ દરજી, આણંદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

About the Author

AADI ANANT NEWS

Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed