રાજ્યમાં ચોમાસું સક્રિય થતાં જ અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
તંત્ર દ્વારા સાવચેતીના પગલાં
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની સૂચના આપવામાં આવી છે. એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF) ની ટીમોને તૈનાત રાખવામાં આવી છે.

