Site icon aadianantnews.com

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની તાત્કાલિક પહેલથી કાશીપુરા ગામના રસ્તાના કામને મળી ગતિ

ગ્રામજનોની રજૂઆત બાદ અધિકારીઓને તાત્કાલિક સૂચના; લાંબા સમયથી પડતર રહેલી રસ્તાની માંગ પૂર્ણ થવાની આશા

વડોદરા (વાઘોડિયા): વાઘોડિયા તાલુકાના કાશીપુરા ગામના લોકો માટે લાંબા સમયથી પડતર રહેલી રસ્તાની સમસ્યાના નિરાકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ગંભીરતાથી લઈને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)એ તાત્કાલિક અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા રસ્તાના કામને આગળ વધારવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

માહિતી મુજબ, કાશીપુરા ગામ તરફ જતો માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામો કરવો પડતો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ અને રોજિંદા કામકાજ માટે ગામમાંથી બહાર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

આ સમસ્યાને લઈને ગ્રામજનોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆત મળતાની સાથે જ ધારાસભ્યએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી હતી.

ધારાસભ્યની ઝડપી કાર્યવાહી બાદ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ લાંબા સમયથી પડતર રહેલી સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં રસ્તાનું કામ પૂર્ણ થતાં ગામના લોકોની વર્ષોથી ચાલતી મુશ્કેલીનો અંત આવશે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં રસ્તા, પાણી, વીજળી અને અન્ય મૂળભૂત સુવિધાઓને લઈને વિવિધ વિકાસલક્ષી કામો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે લોકોની રજૂઆતો પર ઝડપી નિર્ણય લેવાથી વિકાસના કામોને ગતિ મળી રહી છે.

કાશીપુરા ગામના રસ્તાના કામની શરૂઆતથી સ્થાનિકોમાં નવી આશા જાગી છે. રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ ગામના પરિવહન, કૃષિ કામગીરી તેમજ દૈનિક અવરજવરમાં નોંધપાત્ર સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Exit mobile version